Follow Us

શહીદવીર સ્વ. મેહુલભાઈ ભરવાડના શોકાતુર પરિવારજનોને 21 લાખ રૂપિયાનું સહાય

તા.5/10/2025 રોજ ગુજરાત ભરવાડ સમાજ અગ્રણી શ્રી વિજયભાઈ ભરવાડ ગોકુલ ડેવલપર્સ સુરત અને તેમની ટીમ સાથે દામનગર ના ધામેલ ગામે શહીદવીર સ્વ.મેહુલભાઈ મેપાભાઈ ભરવાડના શોકાતુર પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી .શહીદ મેહુલભાઈ એ ઓપરેશન સિંદૂર માં મહત્વ ની ભૂમિકા ભજવી હતી અને ઓપરેશન મહાદેવ માં શહિદ થયા હતા .સ્વ. મેહુલભાઈના સંતાનોને ભવિષ્યની શૈક્ષણિક સહાય લેખે 2100000(એક્વીસ લાખ) રૂપિયા આપ્યા.વિજયભાઈ ની સાથે સંતો મહંતો આગેવાનો જોડાયા જેમાં ,અરજણબાપુ ભડિયાદ કાનજીબાપુ રોહિશાળા ,નામદેવ ભગત બોરુ ,રાઘુબાપુ ફુલસર ,લક્ષ્મણબાપુ રંઘોળા ,કાળુભગત ખાખસર , સીતારામ ભગત દામનગર ,રાધે કૃષ્ણ શાસ્ત્રી રામપરા,ગોપાલદાસ હિરણા,પ્રીતમદાસ દામનગર ,ભાવનાદીદી ગારીયાધાર ,ભરતભાઈ બુધેલિયા (વિપક્ષ નેતા ભાવનગર )ગગુભાઈ વાળા ,હસમુખભાઈ ભડિયાદરા ભાવનગર ,લાઠી ધારાસભ્ય જનકભાઈ તાલવીયા,સાંસદસભ્ય ભરતભાઈ સુતરીયા ,મેપાભાઈ મારું વાઈસ ચેરમેન મધુસૂદન ડેરી બોટાદ,હરીભાઈ રાઠોડ વડોદરા અરજણભાઈ અંકલેશ્વર ,વિરમભાઈ કામરેજ ,વિજયભાઈ ભોકળવા ,ભગવાનભાઈ ભોકળવા પ્રમુખ કોંગ્રેસ તાલુકા પંચાયત કામરેજ લાલુભાઈ બોધન, ભુપતભાઈ પરમાર, લાખાભાઈ અલગોતર પ્રકાશભાઈ ભડીયાદરા, મુકેશભાઈ ભડીયાદરા, સંજયભાઈ ભડીયાદરા, ભરતભાઈ ભડીયાદરા, હમીરભાઇ ચોસલા ,ધુલેશભાઈ સિંધવ ,મફાભાઈ ચોસલા ,દેવાભાઈ ભડીયાદરા વાઘાભાઈ ભુરખીયા, ધુડાભાઈ ભડિયાદરા,રાજુભાઈ માથુકિયા, રાજુભાઈ ભુરખીયા રાજુભાઈ શિયાળીયા , લખાભાઇ જોગરાણા ,શેલાભાઈ બોળીયા, લાલાભાઇ જોગરાણા મનીષભાઈ ચોસલા, અર્જુનભાઈ મીર, વિક્રમભાઈ મીર સાજણભાઈ માથુકિયા વિજયભાઈ ભોકળવા પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત તારાપુર કરમણભાઇ મીર, વિક્રમભાઈ મીર, દલાભાઈ મીર ,જેઠાભાઇ બોળીયા ,જહાભાઈ ગલાણી, ઓગડભાઈ સભાડ ભાવનગર થી જયેશભાઈ ચોસલા ભાવનગર ચોથાભાઈ મીર, ગોવિંદભાઈ ભોકળવા, દિલીપભાઈ વાટુકિયા કરસનભગત ભડીયાદ, રણછોડભાઈ ભડીયાદરા અજુભાઈ માલકીયા, દિનેશભાઈ સાટીયા, વિભાભાઈ ભોકળવા હરેશભાઈ પાલીતાણા ,લાઠી થી મુકેશભાઈ ભુવા, ભુપતભાઈ જોગરાણા , ભાવેશભાઈ મેર, રાજુભાઈ રાનાણી, રાજુભાઈ મેર માંડવા, હનુભાઈ કસોટીયા, અંટાળિયા , બુધાભાઈ સાંચલા (બાબરા) હનુભાઈ સાટીયા ગોપાલ સ્ટુડિયો, સુખાભાઈ જોગરાણા સરપંચ (જાતુડા) રણછોડભાઈ રાનાણી (દહીંથરા), બુધાભાઈ સભાડ ( દામનગર)તેમજ દામનગર ગારીયાધાર અમરેલી આસપાસ ના ગ્રામજનો યુવાનો વડીલો જોડાયા હતા .

વિજયભાઈ એ કીધું કે મેહુલભાઈ દેશ માટે શહીદ થયા છે .સમાજ નું અને દેશ નું ગૌરવ બની ને ગયા છે ,અમારા સમાજ માંથી આવે છે એટલે એમના પરિવાર સાથે દુઃખ માં ઊભો રહેવું એ અમારી ફરજ બને છે .સમાજ હરહમેશા એમના પરિવાર ની સાથે છે અને રહેશે તેમજ ત્યાના સંસદસભ્ય શ્રી ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય શ્રી ને સ્વ .શહીદ વીર મેહુલભાઈ નું તાલુકા માં સ્ટેચ્યુ મુકવામાં આવે તેમજ ગામ ની શાળા નું નામ બદલી અને શહીદ વીર મેહુલભાઈ ના નામ નું નામકરણ કરવાની રજૂઆત કરી .

વિજયભાઈ ભરવાડ આવવાના હોઈ આસપાસ ના વિસ્તારોમાંથી માનવ મહેરામણ જોવા મળ્યું . અસંખ્ય લોકો સ્વ. મેહુલભાઈ ને ત્યાં વિજયભાઈ સાથે શ્રદ્ધાંજલિ આપવા માટે જોડાયા હતા .વિજયભાઈ ની અનોખી શૈક્ષણિક શ્રદ્ધાંજલિ જોઈ સ્થાનિક ગ્રામજનો અને યુવાનો અને વડીલો એ અનોખી પહેલ માં પોતાની ફરજ સમજી વિજયભાઈ નઈ પણ અમારા ભાઈ આવ્યા છે .સૌના સુખ દુઃખ માં હંમેશા ઊભા રહેવાનો જેમનો લાગણીસભર સ્વભાવ છે ,એ ભાવ થી સૌ કોઈ ના પોતીકપણા ની લાગણી થઈ સૌ સ્વયંભૂ જોડાયા . માનવ મેદની જોઈ સૌ કોઈ અનોખી શ્રદ્ધાંજલિ જોઈ નવાઇ પામ્યા.