પરોપકારનું પ્રામાણિક પરિણામ એટલે "ગોકુલ ડેવલોપર્સ. મારી મહેનત કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિકતા નું શ્રેષ્ઠતમ થકી ગોકુલ ડેવેલોપર્સનું સ્વપ્ન એ સંપૂર્ણ ઈશ્વર ની ભેટ ની જેમ આકાર પામી, તેની સાથે સાથે મન અને હૃદય સમાજના વંચિતો અને માનવતાલક્ષી કાર્યો કરવા હંમેશા પ્રેરિત થઈ કંઈક સમાજનું ઋણ ચુકવવું એ વિચારે, ૨૦૦૯ માં માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ ની સ્થાપના કરી, બીજરોપણ કર્યું, સાથ, સહકાર અને સમાજપ્રેમ થકી સમાજ 에 દરેક આપત્તિ, મુશ્કેલી કે શિક્ષણ માટે પરિવર્તનના કાર્યમાં હર હંમેશ સંપૂર્ણ મદદ કરવા તત્પર હોવ છુ. ભગવાન જે પણ કંઈ નવી સૂઝ સાથે પરોપકારી કાર્ય સોંપે છે તે સંપૂર્ણ નિષ્ઠાથી પૂર્ણ કરવા કટીબધ્ધ બનુ છુ. કર્મ જ આપણી સાચી મૂડી છે એ મંત્ર સાથે આગળ વધી રહયો છુ તેમ મારી સેવા કાર્યની ટીમ પણ મોટી બનતી જાય છે એટલે દરેક સેવાના કાર્યોમાં સહકારથી સફળતા પ્રાપ્ત કરું છુ. શૂન્યમાંથી સર્જન કર્યું હોવાથી જરૂરિયાતમંદ લોકો ની પીડા સમજી હૃદય સુધી પહોચુ છુ. ટ્રસ્ટના ઘણા કાર્યો થકી સમાજ, અને રાષ્ટ્રભૂમી ને બનતા સરાહનીય કાર્યોમાં હંમેશા ધ્યેયનિષ્ઠ સાથે આગળ વધી રહયો છુ.
01. અમદાવાદ કે ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા આ ચાર શહેરોમાં દીકરા દીકરીઓ માટે શૈક્ષણિક સંકુલ.
02. ગુજરાત ને કે સમાજને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હંમેશા અમારુ ટ્રસ્ટ તત્પર રહેશે.
03. શહીદ પરિવારના સ્વજનોને ના દિવસે આર્થિક સહાય અને સન્માન.
04. ધોરણ-૯ અને ધોરણ-૧૧ ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ની પરીક્ષા લઈ અથવા માર્કશીટના આધારે આર્થિક રીતે પછાત વિદ્યાર્થી ને આર્થિક સહાય.
05. અનાથ અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને ભણાવવાનો ખર્ચ આપવો.
06. સ્ટેટ અને નેશનલ લેવલે સ્પોર્ટસ માં ગેમ્સ રમ્યા હોવ તેમનું સન્માન અને આર્થિક મદદ.
07. આર્થિક રીતે અતિ પછાત તેજસ્વી વિદ્યાર્થી ને દત્તક લઈ આર્થિક સહાય.
08. શાહિદ ના બાળકો ને શિક્ષણ આર્થિક સહાય.